મોરબીમાં છૂટક વસ્તુઓનું વેચાણ કરતા ફેરિયાઓ માટે તાલીમ કાર્યક્રમ યોજાયો 

- text


મોરબી : મોરબીમાં છૂટક વસ્તુઓનું વેચાણ કરતા ફેરિયાઓ માટે તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વક્તાઓ દ્વારા માર્કેટ એજ્યુકેટર , પીએમ સ્વનિધિના લાભો, સ્વનિધિથી સમૃદ્ધિ જેવા મુદ્દાઓ પર ખાસ જાણકારી આપવામાં આવી હતી.

નેશનલ એસોસિયેશન ઓફ સ્ટ્રીટ વેન્ડર ઇન્ડિયા (NASVI) દ્વારા મોરબીના ટ્રેડ સેન્ટર ખાતે સ્થાનિક ફેરિયાઓ માટે તાલીમ કાર્યક્રમનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતુ, આ કાર્યક્રમમાં દિલ્હીથી સિનિયર કોઓર્ડનેટર અજીતભાઈ તથા નગરપાલિકા એન યુ એલ એમ વિભાગના મેનેજર ચિરાગભાઈ, જિલ્લા રોજગાર કચેરીના ચતુરભાઈ, અગ્રણી મહિલા સામાજિક કાર્યકર આરતીબેન રત્નાણી , જિલ્લા કમિટી સભ્ય હીનાબેન, પીએમકેવીવાયના નરેશભાઈ,તથા મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ તાલીમ કાર્યક્રમમાં હાજર વક્તાઓ દ્વારા માર્કેટ એજ્યુકેટર , પીએમ સ્વનિધિના લાભો, સ્વનિધિથી સમૃદ્ધિ જેવા મુદ્દાઓ પર ખાસ જાણકારી આપવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન NASVI મોરબીના ઑર્ગેનાઇઝર પરેશ ત્રિવેદી તથા અસ્મિતા ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું હતુ.

- text

- text