હળવદ પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન કરાયું

- text


હળવદ માર્કેટ યાર્ડ ખાતે યોજાયેલ લોન મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા

સરકારી અને ખાનગી બૅંકો તેમજ જિલ્લા ઉધોગ કેન્દ્ર અને સહકારી સંસ્થાઓ દ્વારા વિવિધ લોન આપવા માટે લોકોને માર્ગદર્શન અપાયું

હળવદ : અગાઉ હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વ્યાજખોરોની ચુગાલમાંથી લોકોને બહાર કાઢવા પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે લોકો વ્યાજખોરોથી દૂર રહે અને સરકાર માન્ય સંસ્થાઓ પાસેથી નીચા વ્યાજ દરે લોન મેળવી પોતાના રોજગાર ધંધા ચલાવી શકે તેવા હેતુ સાથે હળવદ પોલીસ દ્વારા શહેરના માર્કેટ યાર્ડ ખાતે સરકારી અને ખાનગી બેંકો તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને સહકારી સંસ્થા દ્વારા વિવિધ લોન આપવા માટે લોકોને માર્ગદર્શન પૂરું પડાયું હતું.

હળવદ માર્કેટ યાર્ડ ખાતે યોજાયેલ લોન મેળામાં પંજાબ નેશનલ બેંક, એચડીએફસી બેન્ક, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સહિતનાઓ હાજર રહ્યા હતા અને વિવિધ ચાર્ટ સાથે સ્ટોલ નાખવામાં આવ્યા હતા. આ સંસ્થાઓ દ્વારા લોકો વ્યાજખોરો પાસે જવાને બદલે વેપાર ધંધા તેમજ પર્સનલ અને હોમ લોન તેમજ ગોલ્ડ લોન કેવી રીતે મેળવી શકે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સાથે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા વેપાર ધંધા માટે વિવિધ સરકારી યોજનાની નાણાકીય સહાય અંગે જાણકારી આપવામાં આવી હતી.

- text

આતકે હળવદ પોલીસ મથકના પીઆઇ એમ.વી પટેલ,ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા હાજર રહ્યા હતા

- text