વ્યાજે નહિ લોનથી નાણાં મેળવો, મોરબી પોલીસ દ્વારા જાહેર લોન મેળો યોજાયો

- text


 

સરકારી અને ખાનગી બૅંકો તેમજ જિલ્લા ઉધોગ કેન્દ્ર અને સહકારી સંસ્થાઓ દ્વારા વિવિધ લોન આપવા માટે લોકોને માર્ગદર્શન અપાયું

મોરબી : મોરબી જિલ્લામાં અગાઉ વ્યાજખોરોને નાથવા માટે લોક દરબાર યોજાયા બાદ હવે લોકો વ્યાજખોરોથી દૂર રહે અને પોતાની નાણાની જરૂરિયાત પૂરી કરવા સરકાર માન્ય સંસ્થાઓ પાસેથી લોન મેળવે તેવા હેતુસર આજે સીટી પોલીસ એ ડિવિઝનના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં લોન દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારી અને ખાનગી બૅંકો તેમજ જિલ્લા ઉધોગ કેન્દ્ર અને સહકારી સંસ્થાઓ દ્વારા વિવિધ લોન આપવા માટે લોકોને માર્ગદર્શન અપાયું હતું.

મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા જાહેર લોન મેળામાં મોરબી નાગરિક બૅંક, એચડીએફસી બૅંક, એસબીઆઈ બૅંક, જિલ્લા ઉધોગ કેન્દ્ર, ગોલ્ડ લોન તેમજ હોમ લોન અને ઉધોગની લોન આપતી સહકારી અને ખાનગી ફાયનાસિયલ પેઢીઓ દ્વારા વિવિધ ચાર્ટ સાથે સ્ટોલ નાખવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ સંસ્થાઓ દ્વારા લોકો વ્યાજખોરો પાસે જવાને બદલે વેપાર, ધંધા તેમજ પર્સનલ અને હોમ તેમજ ગોલ્ડ લોન કેવી રીતે મેળવી શકે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. લોન મેળવવા માટે ઓછા ધક્કા થાય તે માટે તમામ ડોક્યુમેન્ટ તેમજ ફોર્મ સહિતની વિગતોની માહિતી આપવામાં આવી હતી અને ગોલ્ડ લોન તેમજ હોમ લોન માટે ઘણી જ રિકવાયરમેન્ટ આવી હતી. જો કે જિલ્લા ઉધોગ કેન્દ્ર દ્વારા વેપાર ધંધા માટે વિવિધ સરકારી યોજનાની નાણાકીય સહાય અંગે જાણકારી આપવામાં આવી હતી. તેમજ લોકોને અહીંયા ફક્ત માર્ગદર્શન જ નહીં બહુ ઝડપથી યોગ્ય રીતે લોન મળી જાય તેવી બાંહેધરી પણ આપવામાં આવી હતી. આ તકે ડીવાયએસપી ઝાલાએ જણાવ્યું હતું કે, સરકારનો હેતુ લોકો વ્યાજખોરોથી દુર રહે અને વિવિધ સરકારી યોજનાથી પોતાની નાણાકીય જરૂરૂત પુરી કરે તે માટે આ લોન દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સારો પ્રતિસાદ મળ્યો છે અને લોકો અહીં આવીને વિવિધ સંસ્થાઓ પાસેથી લોન તેમજ સબસીડી કેવી રીતે મેળવી શકાય તેની સારી જાણકારી મેળવી હતી.

- text

 

- text