મોરબીમાં ચેક રિટર્ન કેસના આરોપીને એક વર્ષની સજા ફટકારતી કોર્ટ

- text


 

મોરબી : મોરબી પીપલ્સ ક્રેડિટ કો.ઓપ. સોસાયટી લી.માંથી લૉન લેનારનો ચેક રિટર્ન થતા આરોપીને એક વર્ષની સજા તથા 9 ટકા વ્યાજ ચૂકવવાનો કોર્ટે આદેશ કર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી પીપલ્સ ક્રેડિટ કો.ઓપ. સોસાયટી લી.માંથી બટુકસિંહ વજેસિંહ રાઠોડે લૉન ઉપાડી હતી. લૉન ચૂકવવાનો ચેક તેઓએ આપેલ હતો. જે ચેક રિટર્ન થતા કો.ઓપ. સોસાયટીએ મોરબી કોર્ટમાં ચેક રિટર્નનો કેસ કર્યો હતો. આ કેસ એડી જ્યુડી. મેજી. સાહેબની કોર્ટમાં ચાલી જતા કોર્ટે બટુકસિંહ રાઠોડને એક વર્ષની સજા તથા 9 ટકા વ્યાજની રકમ ચૂકવવા માટે આદેશ કર્યો છે. આરોપી સામે સજા વોરંટ ઇસ્યુ કરેલ છે. આ કેસમાં કો.ઓપ. સોસાયટી વતી મોરબીના યુવા વકીલ અલ્પેશ પી. હાલપરા રોકાયેલ હતા.

- text

- text