મોરબીના લીલાપરમા જુગાર રમતા છ શખ્સ ઝડપાયા

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસ ટીમે લીલાપર નજીક આવેલ નળીયાના કારખાના પાસેથી જાહેરમાં જુગાર રમતા છ શખ્સને ઝડપી લઈ રોકડા રૂપિયા 4020 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના લીલાપર ગામ નજીક આવેલ નળીયાના કારખાના પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમી રહેલા રજનીભાઇ ઉર્ફે કાળુ અરવિંદભાઇ રાઠોડ, ચમનભાઇ પુજાભાઇ પરમાર, રાજુભાઇ ભાવસીંગભાઇ શેવાલે, દેવજીભાઇ ખેંગારભાઇ પરમાર, નારણભાઇ હરીચંદભાઇ પવાર અને જ્ઞાનેશ્વરભાઇ શુક્લાલ શેવાલે તીનપતિનો જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. પોલીસે જુગારીઓને કબ્જામાંથી રોકડા રૂપિયા 4020 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text