વાંકાનેરના તીથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આશા સંમેલન યોજાયું

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના તીથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ ઓફિસર ડો.ધવલ રાઠોડના અઘ્યક્ષ સ્થાને આશા સંમેલન યોજાયું હતું. જેમાં તમામ સ્ટાફ અને આશા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

આશા સંમેલનમાં આશા બહેનોની કામગીરીને ધ્યાને લઈને પ્રથમ સ્થાને આવેલા આશાબેન એમ.રાઠોડનું પ્રમાણ પત્ર અને ગીફટ આપી તાલુકા હેલ્થ સુપરવાઈઝર વલીમામદભાઈ માથકીયા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ દ્વિતિય સ્થાને આવેલ મંજુબેન આર.મોરડીયાનું પ્રમાણ પત્ર અને ગીફટ આપી આર.બી.એસ.કે. ડો. રવીરાજ મકવાણા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને ત્રીજા ક્રમે આવેલા હસીનાબેન પઠાણનું સલીમભાઈ પીપરવાડિયા તથા જમીલાબેન શેરસિયા (પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઈઝર) દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આશા સંમેલનની આભાર વિધિ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના એફ.એ. સાહિલ પીલુડિયા દ્વારા કરવામાં આવી હતી.

- text

- text