હળવદ: ચરાડવાની બ્રીલિયન્ટ સ્કૂલમાં RKSK પ્રોગ્રામ અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજાઈ

- text


હળવદ: તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- જૂના દેવળીયા હેઠળ આવતા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ચરાડવા દ્વારા બ્રીલિયન્ટ સ્કૂલમાં વિદ્યાર્થીઓમાં એડોલેશન હેલ્થ એન્ડ વેલનેશ ડે ઉજવણીના ભાગ રૂપે RKSK પ્રોગ્રામ અંતર્ગત જાગૃતિ આવે તે હેતુથી ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના 38 બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની આવડત મુજબ ચિત્રો કંડાર્યા હતા.

રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ (RKSK) અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે એ હેતુથી પી.એચ.સી. સુપરવાઈઝર બસિયાભાઈ દ્વારા આ તકે વિશેષ સમજૂતી આપવામાં આવી હતી. જેમાં તરૂણાવસ્થા દરમ્યાન થતા શારીરિક ફેરફાર, માનસિક તણાવથી કઈ રીતે બચવું, વ્યસમુક્તિ, પૌષ્ટિક આહાર અને વ્યાયામ તથા FHW અફસાના બહેન દ્વારા વિદ્યાર્થિનીઓને સુરક્ષિત અને અસુરક્ષિત સ્પર્શને ઓળખવો અને પીરીયડ દરમ્યાન રાખવાની થતી સ્વચ્છતા અને પૌષ્ટિક આહાર વિશે વિગતે માર્ગદર્શન આપ્યું હતું.

આમ ઉપરોક્ત વિષય અંતર્ગત પ્રોગ્રામના અંતે પ્રથમ, દ્વિતીય અને તૃત્ય નંબરે વિજેતા થતા વિજેતાઓને પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ ભાગ લેનાર તમામને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમ મેડિકલ ઓફિસર ડો. નિશા પાડલીયાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. જેમાં સુપરવાઈઝર બસિયાભાઈ, એમ.પી.એચ.ડબ્લ્યુ. અમિતભાઈ, FHW અફસાનાબેન, CHO હાજર રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય તથા શાળાના સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

- text

- text