મોરબીમાં પત્રકારના નામે ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી પૈસાની માગણી કર્યાંની ફરિયાદ

- text


કોઈ ભેજાબાજે ફેક આઇડી બનાવી પત્રકારના નામે કોઈને કોઈ બહાને તેમના મિત્રો પાસે પૈસાની માગણી કરતા મામલો એસપી સમક્ષ પહોંચ્યો

મોરબી : મોરબીમાં જાણીતી ટીવી ન્યુઝ ચેનલના પત્રકારના નામે કોઈ ભેજાબાજે ઇન્સ્ટાગ્રામમાં ફેક આઇડી બનાવી પત્રકારના નામે કોઈને કોઈ બહાને તેમના મિત્રો પાસે પૈસાની માગણી કરતા મામલો એસપી સમક્ષ પહોંચ્યો છે. પત્રકારે એસપીને રજુઆત કરીને જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

મોરબી જિલ્લામાં ઘણા વર્ષોથી જાણીતી ગુજરાતી ન્યુઝ ચેનલના પત્રકાર તરીકે ફરજ બજાવતા હર્નિશભાઈ જોશીએ એસપીને લેખિતમાં ફરિયાદ કરી છે કે તેઓ સાત વર્ષથી પોતાના નામથી ઇન્સ્ટાગ્રામમાં આઇડી ધરાવે છે. દરમિયાન તેમના ધ્યાને આવ્યું હતું કે કોઈ શાતિર દિમાગ ધરાવતા વ્યક્તિએ પત્રકાર હર્નિશભાઈ જોશીના નામથી રહેલા ઇન્સ્ટાગ્રામમાં આઇડીમાંથી ફેક આઇડી બનાવી પત્રકારના મિત્રોને મેસેજ કરી કોઈને કોઈ બહાને પૈસાની માગણી કરે છે. જો કે આ બાબતની ખરાઈ કરવા તેમના મિત્રો અને સ્નેહીજનોએ પૂછપરછ કરતા પત્રકારના ધ્યાનમાં પોતાના નામનું બોગસ આઇડી બનાવીને દૂર ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું હતું. આથી તેમણે એસપીને રજુઆત કરી આ બાબતની ટેક્નિકલી તપાસ કરીને જવાબદાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

- text

- text