ગણેશજી દૂધ પીવે એ ચમત્કાર નહિ અંધશ્રદ્ધા : પ્રયોગ દ્વારા નિર્દશન કર્યું 

- text


હળવદના વેગડવાવ ગામે સરકારી માધ્યમિક શાળામાં ગણિત વિજ્ઞાનના પ્રયોગોનું નિર્દશન યોજાયું

હળવદ : હળવદના વેગડવાવ ગામે સરકારી માધ્યમિક શાળામાં ગણિત વિજ્ઞાનના પ્રયોગોનું નિર્દશન યોજાયું હતું. જેમાં વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા સમાજમાં શ્રદ્ધાના નામે ફેલાયેલી માન્યતાઓને નરી અંધશ્રદ્ધા ગણાવીને આ અંગે સચોટ નિદર્શન કરીને વિધાર્થીઓને જાગૃત કરાયા હતા.ગણેશજી દૂધ પીતા હોવાની બાબત ચમત્કાર નહિ અંધશ્રદ્ધા હોવાનું પ્રયોગ દ્વારા નિર્દશન કરાયું હતું.

હળવદના વેગડવાવ ગામે આવેલ આર.એમ.એસ.એ. સરકારી માધ્યમિક શાળામાં સ્ટેગ લેબ ગણિત વિજ્ઞાના સાધનોના પ્રદર્શનની શરૂઆત વિદ્યા દેવી માં સરસ્વતીનું દીપ પ્રાગટય અને સર્વધર્મ સમભાવની પ્રાર્થનાથી કરવામાં આવી હતી. આ પ્રદર્શનમાં વિજ્ઞાન ક્ષેત્રે અને શિક્ષકો તેંમજ શિક્ષણ ક્ષેત્રેના તજજ્ઞો ઉપસ્થિત રહી સ્ટેગ લેબ. ગણિત વિજ્ઞાના સાધનોના પ્રદર્શન નિહાળ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે રામજીભાઈ જાકાસણીયાએ વિજ્ઞાનના અનેક પ્રયોગો રજૂ કર્યા હતા. ખાસ કરીને ગણેશજી દૂધ પીતા હોવાની લોકોમાં ફેલાયેલી શ્રદ્ધાને વિજ્ઞાનના પ્રયોગ દ્વારા અંધશ્રદ્ધા હોવાનું નિર્દશન કર્યું હતું. આવા અનેક ચમત્કારોનું વૈજ્ઞાનિક ઢબે નિર્દશન કરીને વિધાર્થીઓને જાગૃત કર્યા હતા.

- text

આ પ્રદર્શનમાં રોડ ચાલતા વાહનો દ્વારા વિધુત ઉતપન્ન કરવું, બીએમવનનું માપન, માઇસ્કોપથી વિવિધ કોષનું નિર્દશન, ન્યુટનની ગતિનો ત્રીજો નિયમ, રોબિટીક્સના વિવિધ પ્રયોગો, ગણિતના અધરા કોયડા, ચાર્ટ,મોડેલ તેમજ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ, વૈદિક ગણિત અને બીજ ગણિત જીવન વ્યવહારમાં ઉપયોગી સહિતની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર વિધાર્થીઓ તેમજ મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.

- text