મોરબીની રફાળેશ્વર ચોકડી નજીક 500 લીટર દેશી દારૂ ભરેલી સ્વીફ્ટ સાથે એક ઝડપાયો 

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસે રફાળેશ્વર ચોકડી નજીકથી બાતમીને આધારે 500 લીટર દેશી દારૂથી ખીચોખીચ ભરેલી સ્વીફ્ટ કાર સાથે એક શખ્સને ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે રફાળેશ્વર ચોકડી નજીકથી શંકાસ્પદ રીતે પસાર થઇ રહેલી સ્વીફ્ટ કાર અટકાવી તલાસી લેતા કાર ચાલક કમલેશભાઈ ધીરુભાઈ ઉઘરેજીયા રહે.ડાકવડલા, તા.ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર વાળાના કબ્જામાથી રૂપિયા 10 હજારની કિંમતનો દેશીદારૂનો 500 લીટર જથ્થો મળી આવતા પોલીસે બે લાખની કિંમતની સ્વીફ્ટ કાર અને દારૂ મળી કુલ રૂપિયા 2.10 લાખનો મુદામાલ કબ્જે કરી આરોપીને અટકાયતમાં લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

આ સફળ કામગીરી મોરબી તાલુકા પીઆઇ કે.એ.વાળા, એએસઆઇ સુરેશભાઈ ઠોરીયા, જયદેવસિંહ ઝાલા, હેડ કોન્સ્ટેબલ જયસુખભાઇ વસીયાણી, દિનેશભાઇ બાવળીયા, પોલીસ કોન્સ્ટેબલ ફતેસંગ પરમાર, અરવિંદભાઈ મકવાણા, દિવ્યરાજસિંહ જાડેજા, ભગીરથભાઈ લોખીલ, રમેશભાઈ મુંધવા, જયદીપભાઈ પટેલ, પંકજભા ગુઢડા, દેવશીભાઇ મોરી તથા દીપસંગભાઇ ચૌહાણ સહિતના સ્ટાફે કરી હતી.

- text