મોરબી જિલ્લામાં ગૌમાતા પોષણ યોજના શરૂ : 25 અરજીઓ આવી

- text


ગૌશાળાને પ્રતિ જીવ દીઠ દૈનિક રૂપિયા 30 લેખે ગુજરાત સરકાર સહાય ચુકવશે : 1000થી વધુ પશુઓ ધરાવતી 3 ગૌશાળાની અરજી સરકારમાં મોકલાઈ

મોરબી : ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની મોરબીમાં અમલવારી શરૂ કરવામાં આવી છે અને પ્રારંભિક તબક્કે 25 જેટલી અરજીઓ જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગ હસ્તક આવતા મંજુર કરવામાં આવી છે જે પૈકી 1000થી વધુ પશુઓ ધરાવતી ગૌશાળાની અરજીઓ ગુજરાત સરકારમાં મોકલવામાં આવી છે.

ગુજરાત સરકાર દ્વારા ગૌશાળામાં નિર્વાહ કરતા ગૌમાતાઓ માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અમલી બનાવવામાં આવી છે જે અન્વયે પ્રત્યેક ગૌમાતા દીઠ ગુજરાત સરકાર દ્વારા દૈનિક રૂપિયા 30 નિભાવ ખર્ચ ચુકવવામાં આવે છે. વધુમાં મોરબીમાં ગૌમાતા પોષણ યોજના શરૂ થતા હાલમાં અલગ-અલગ 23 અરજીઓ મંજુર કરવામાં આવી છે અને ત્રણ સંસ્થાઓ 1000થી વધુ પશુઓનો નિભાવ કરતા હોય ગુજરાત સરકારને મંજૂરી અર્થે અરજીઓ મોકલવામાં આવી છે.

- text

મોરબી જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગના અધિકારી ડો.ભોરણીયાના જણાવ્યા મુજબ મોરબી જિલ્લામાં સપ્ટેમ્બર 2019ની છેલ્લી સ્થિતિએ કોરોના મહામારી સમયે મોરબી જિલ્લાની કુલ 97 સંસ્થાઓમાં આશ્રય લેતા 17323 ગૌવંશ માટે રાજ્ય સરકાર દ્વારા નિભાવણી ખર્ચ ચુકવવામાં આવ્યો હતો જેથી આ યોજના તળે પણ અગાઉ લાભ લેનાર સંસ્થાઓ અરજી કરે તેમને લાભ આપવામાં આવશે. જેથી મોરબી જિલ્લામાં ગૌસેવા ક્ષેત્રે પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ સત્વરે આ યોજના અન્વયે અરજી કરે તો ગૌમાતા પોષણ યોજનાનો લાભ મળી શકશે.

- text