સામો કેમ ચાલ્યો આવશ કહી ત્રણ શખ્સોએ યુવાનને ધોકાવ્યો

- text


વાંકાનેર તાલુકાના ગારિયા ગામે બનેલા બનાવમાં ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ગારિયા ગામે ચાલીને વાડીએ જઈ રહેલા યુવાનને સામેથી આવતા બાઈક ચાલકે સામો કેમ ચાલ્યો આવે છે કહી ઝઘડો કર્યા બાદ આ યુવાનની વાડીએ જઈ ત્રણ શખ્સોએ લોખંડનો પાઇપ ધોકા લઈને માર મારતા વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ગારિયા ગામે ચાલીને પોતાની વાડીએ જઈ રહેલા મહીકા ગામના ઇલ્મુદીનભાઇ હૈયાતભાઇ માથકીયાને સામેથી બાઈક લઈને આવી રહેલા ગારિયા ગામના યુવરાજસિંહ ઉર્ફે બાબભા તખુભા વાળાએ તુ શુ કામ સામો ચાલ્યો આવેશ એમ કહી ગાળો આપી બોલાચાલી કરેલ હતી અને બાદમાં બે અજાણ્યા શખ્સને સાથે લઈ ઇલ્મુદીનભાઇની વાડીએ આવી લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ત્રણ ઈસમો વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- text

- text