રહો તંદુરસ્ત ! વાંકાનેરમાં આયુષ મેળો યોજાયો

- text


આયુષ મેળામાં આયુર્વેદ નિદાન-સારવાર,જરા ચિકિત્સા, હોમિયોપેથીક નિદાન સહિતનો કુલ ૩૮૮૨ લોકોએ લાભ લીધો

મોરબી : આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય તથા નિયામક, આયુષની કચેરી, ગાંધીનગરની સુચના તથા જિલ્લા વિકાસ અધિકારીના- મોરબી માર્ગદર્શન અન્વયે જિલ્લા પંચાયત- આયુર્વેદ શાખા, મોરબી દ્રારા ગઈકાલે પટેલ સમાજ વાડી,વાંકાનેર ખાતે સરકારી આયુર્વેદ હોસ્પીટલ મોરબીના સહયોગથી આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આયુષ મેળામાં જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુલાલ શિહોરા, કારોબારી સમિતિના અધ્યક્ષ જયંતીભાઇ પડસુંબીયા, તથા જાહીર અબ્બાસ યુસુફભાઇ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આયુષ મેળામાં સૌપ્રથમ આમંત્રિત મહેમાનો દ્રારા દીપ પ્રાગટ્ય તથા ભગવાન ધન્વંતરીની વંદના કરી આયુષ મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ આમંત્રિત મહાનુભાવોનુ શાબ્દિક તથા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યુ હતું. અયુષ મેળાના ઉદઘાટન પ્રસંગે કારોબારી સમિતિના અધ્યક્ષ જયંતીભાઇ પડસુંબીયાએ ગુજરાત સરકારની વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમોની માહીતિ આપી હતી. તથા જિલ્લા પંચાયત- પ્રમુખ ચંદુલાલ શિહોરાએ પ્રાચિન તથા હાલના સમયમાં આયુષ પધ્ધતિની મહત્વતા વિશે લોકોને માહીતિ આપી હતી. વધુને વધુ લોકો આયુષ ચિકિત્સાનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો. તથા આયુર્વેદ શાખાની કામગીરીને બિરદાવી હતી.

ત્યારબાદ જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ.પ્રવિણ વડાવિયા દ્રારા ઉપસ્થિત મ્હેમાનોની સાથે રહી વિવિધ ઓપીડી સ્ટોલ, પ્રકૃતિ પરીક્ષણ, સુવર્ણપ્રાશન, લાઇવ યોગ નિદર્શન, વનસ્પતિ ચાર્ટ પ્રદર્શન, લાઇવ વનસ્પતિ પ્રદર્શન, હોમીયોપેથી પ્રદર્શન, ઉકાળા- આર્સએનિક વિતરણ, હર્બલટી, વિવિધ તૃણ ધાન્યોમાંથી બનેલી વાનગીઓ વગેરે સ્ટોલની મુલાકાત કરી હતી. આયુષ મેળામાં મોરબી જિલ્લાના આયુર્વેદ તથા હોમીયોપેથી મે.ઓ.શ્રીઓ, તથા AHWC ના યોગ ઇસ્ટૃકાટરએ સેવા આપી હતી. આ આયુષ મેળામાં આયુર્વેદ નિદાન-સારવાર લાભાર્થી ૭૨૦, હોમીયોપેથી નિદાન-સારવાર લાભાર્થી ૨૬૦, જરા ચિકિત્સા લાભાર્થી ૭૦, પ્રકૃતિ પરીક્ષણ લાભાર્થી ૨૦૦ પ્રત્યક્ષ યોગ નિદર્શનના ૧૩૦, પંચકર્મ ચિકિત્સા લાભાર્થી ૨૨, અગ્નિકર્મ ચિકિત્સા લાભાર્થી, ૪૦, અમૃતપેય –ઉકાળા – સંશમની વિતરણ લાભાર્થી ૭૦૦, આર્સેનિક – આલ્બમ ૩૦ વિતરણ લાભાર્થી ૨૪૦, પ્રદર્શન લાભાર્થી ૧૫૦૦ મળી કુલ ૩૮૮૨ લોકોએ લાભ લીધો હતો.

- text

- text