સેવાકીય પ્રવૃત્તિઓ બદલ મોરબી ઇન્ડિયન મેડિકલ એસો.ને રાષ્ટ્રીય એવોર્ડ

- text


મોરબીઃ મોરબીના ડોક્ટરોનું સંગઠન ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા વર્ષ 2021-22થી ડોક્ટરોના સેમિનાર, જનજાગૃતિ અને વિવિધ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ત્યારે આ સેવાકીય પ્રવૃત્તિ બદલ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન મોરબીને નેશનલ એવોર્ડ એનાયત કરાયો છે.

મોરબી ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો દ્વારા વર્ષ દરમિયાન મોરબીમાં તેમજ ગામડાઓમાં અનેક કેમ્પમાં સેવા આપવામાં આવી છે.. આ ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બધી ઉત્કૃષ્ટ કામગીરીઓને ધ્યાનમાં લઈને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, ન્યુ દિલ્હી હેડ ક્વાર્ટર્સ દ્વારા “નેશનલ પ્રેસિડન્ટ એપ્રેસિએશન એવોર્ડ” ફોર બેસ્ટ બ્રાન્ચ ફોર કોમ્યુનિટી સર્વિસિસ મોરબીની બ્રાન્ચને ઓલ ઇન્ડિયા મેડિકલ કોન્ફરન્સ દરમિયાન એનાયત કરવામાં આવ્યો છે. વર્ષ 2021-22 દરમિયાન ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની મોરબી બ્રાન્ચના પ્રમુખ તરીકે ડો. દિપક બાવરવા અને સેક્રેટરી તરીકે ડો. જયદીપ કાચરોલાએ પોતાની સેવાઓ આપી હતી.

- text

- text