મોરબીઃ આવતીકાલે શનિવારે રવાપરના ઉમા હોલ ખાતે સુવર્ણ પ્રાશન ટીપાનો કેમ્પ યોજાશે

- text


મોરબીઃ મોરબીના રવાપર ગામે આવેલા ઉમા હોલ દ્વારા આવતીકાલે શનિવારે 6 મહિનાથી 12 વર્ષ સુધીના બાળકોને વિનામૂલ્યે સુવર્ણ પ્રાશનના ટીપા પીવડાવવાનો કેમ્પ યોજાશે.

રવાપર ગામના ઝાપે આવેલા ઉમા હોલ ખાતે આવતીકાલ તારીખ 7 જાન્યુઆરી ને શનિવારના રોજ સાંજે 4 થી 7 6 મહિનાથી 12 વર્ષના બાળકો માટે સ્વાસ્થ્યવર્ધક એવા સુવર્ણ પ્રાશનના ટીપા વિનામૂલ્યે પીવડાવવામાં આવશે. આ કેમ્પનું આયોજન રવાપર ગામના દાતા હિરેનભાઈ પટેલ અને ચંદ્રકાંતભાઈ કોઠીયા દ્વારા કરાયું છે.

- text

- text