માળીયાના 11 ગામની મુલાકાત લઈ પ્રશ્નો સાંભળતા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા

- text


માળીયા : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મોરબી-માળીયા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા કાંતિભાઈ અમૃતિયા માળીયા અને મોરબી વિવિધ ગ્રામ્ય વિસ્તારનો પ્રવાસ કરી રહ્યા છે. જે અંતર્ગત કાંતિભાઈ અમૃતિયાએ માળીયા તાલુકાના 11 ગામનો પ્રવાસ કરી લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા.

મોરબી – માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ માળીયા તાલુકાના 11 ગામડાઓની મુલાકાત લઈને ધારાસભ્ય તરીકે ચૂંટવા બદલ ગ્રામજનોનો ઋણ સ્વીકાર કરી આભાર વ્યક્ત કર્યો હતો અને ગ્રામજનો સાથે વાતચીત કરીને તેઓના પ્રશ્નો સાંભળ્યા હતા અને આ પ્રશ્નોનું નિરાકરણ લાવવા ખાતરી આપી હતી.

- text

 

 

 

 

- text