વાંકાનેરના અદેપર ગામની સીમમાં જુગાર રમતા ચાર ઝડપાયા

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના અદેપર ગામની સીમમાંથી વાંકાનેર તાલુકા પોલીસે જુગાર રમતા ચાર શખ્સને ઝડપી લઈ રોકડા રૂપિયા 17,100 કબ્જે કર્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે અદેપર ગામની સીમમાં તળાવ કાંઠે જાહેરમાં જુગાર રમી રહેલા રમેશભાઇ મીઠાભાઇ મેર, રહે.નાળીયેરી તા.ચોટીલા, રમેશભાઇ ઉર્ફે દેવો માવજીભાઇ ચૌહાણ, રહે.સરોડી તા.થાનગઢ, છગનભાઇ રામજીભાઇ ગોરીયા, રહે.સતાપર તા.વાંકાનેર અને વનાભાઇ ગેલાભાઇ મેર, રહે.સતાપર વાળાને તીનપત્તીનો હારજીતનો નસીબ આધારીત જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 17,100 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text