રાજ્યકક્ષાના યુવા ઉત્સવની સ્પર્ધામાં મોરબીના યુવકો ઝળક્યા

- text


મોરબીઃ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત કચેરી અમરેલી દ્વારા રાજ્યકક્ષાનો યુવા ઉત્સવ યોજાયો હતો જેમાં મોરબી જિલ્લાના ત્રણ યુવાનોએ વિજેતા થઈને મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

તારીખ 26 અને 27 ડિસેમ્બરના રોજ અમરેલીની કે.કે. પારેખ એન્ડ મહેતા આર.પી. વિદ્યાલય ખાતે યોજાયેલા યુવા ઉત્સવમાં વકતૃત્વ (બ) સ્પર્ધામાં મોરબીના રાહુલ ઝીંઝુવાડીયાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. જ્યારે શાસ્ત્રીય કંઠ્ય સંગીત (બ) સ્પર્ધામાં ગૌતમ મોરીએ ત્રીજો ક્રમાંક અને લોકવાદ્ય (બ) સ્પર્ધામાં ધૃવ બરાસરાએ બીજો નંબર મેળવ્યો છે. ત્રણેય યુવકોએ સ્પર્ધામાં વિજેતા થઈને મોરબી જિલ્લા અને શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે.

- text

- text