સજનપર પ્રાથમિક શાળામાં રમતોત્સવ યોજાયો

- text


ટંકારા: સજનપર પ્રાથમિક શાળામાં સરકારના ફીટ ઇન્ડિયા સ્કૂલ વીક કાર્યક્રમ અંતર્ગત શાળામાં રમતોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ રમતોત્સવમાં દરેક ધોરણના વિદ્યાર્થીઓએ જુદી જુદી હરીફાઈમાં ભાગ લીધો હતો. દરેક ધોરણમાં જુદી જુદી હરીફાઈ યોજવામાં આવી હતી જેમાં, ધોરણ-1 બેલેન્સ રીલે, ધોરણ-2 ગો ટુ સ્કૂલ, ધોરણ-3 સંગીત ખુરશી, ધોરણ-4 વસ્તુ સમેટ રીલે સ્પર્ધા, ધોરણ- 5 આંખ બંધ ખુરશી શોધ સ્પર્ધા, ધોરણ- 6 વિઘ્ન દોડ, ધોરણ- 7 રીંગ પસાર રીલે, ધોરણ- 8 આંખ બંધ ખુરશી શોધ જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન બદલ શાળાના શિક્ષિકા બહેન વિરમગામા મીનાબેન તેમજ સમગ્ર સ્ટાફને આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ અભિનંદન પાઠવ્યા હતા.

- text

- text