મોરબીમાં ગંગા સ્વરૂપ બહેનો અને વિધુર ભાઈઓના સંતાનોના સમૂહલગ્ન યોજાશે

- text


ગંગા સ્વરૂપ સહાય સમિતિ અને વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વ જ્ઞાતિના ૭માં સમૂહ લગ્નોત્સવનું આયોજન

મોરબી : ગંગા સ્વરૂપ સહાય સમિતિના દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સર્વજ્ઞાતિ ૭માં સમૂહ લગ્નોત્સવ નું આયોજન કરેલ છે જેમાં ગંગા સ્વરૂપ બહેનો અને વિધુર ભાઈઓના સંતાનોને પ્રથમ અગ્રયતા આપવામાં આવશે .

ગંગા સ્વરૂપ સહાય સમિતિના સંચાલક દેવકરણભાઈ આદ્રોજા, ચંદ્રકાંતભાઈ દફતરી અને વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબીના પ્રમુખ ડૉ. પરેશ પારીઆના જણાવ્યા મુજબ આ સમૂહલગ્નમાં સામાજિક અને આર્થિક પછાત તેમજ આર્થિક નબળા પરિવારના સંતાનોને લાભ આપવામાં આવશે. આગામી તા.૧૨/૦૩/૨૦૨૩ના રોજ મોરબી ખાતે સમૂહ લગ્નોત્સવ યોજાશે જેના ફોર્મ તારીખ ૨૬/૧૨/૨૦૨૨ ના રોજ સવારે ૧૦ થી ૦૧ સાંજે ૪ થી ૭ દરમિયાન વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી ઓફિસ, આંબેડકર કોલોની, રોહિદાસ પરા મેઈન રોડ, રેલવે સ્ટેશનની સામે, મોરબી ખાતે થી મળશે. ફોર્મ તા.૧૫/૦૧/૨૦૨૩ શુધી ભરાશે અને ભરેલા ફોર્મ ૩૦/૦૧/૨૦૨૩ સુધીમાં સ્વીકારવામાં આવશે.

- text

આ સમૂહ લગ્નોત્સવ માં કન્યાને કરિયાવરમાં ૭૦થી વધુ ઘરવખરીની આઇટમો દાતાઓના સહયોગથી આપવામાં આવશે. આ સમૂહ લગ્નોત્સવમાં જોડાવવા માંગતા પરિવાર જનો તેમજ આયોજક સમિતિમાં જોડાવવા માંગતા અને કન્યાદાનનું પૂણ્ય કમાવવા માંગતા દાતાઓ ડો.પરેશ પારીઆ-૮૭૩૨૯૧૮૧૮૩ અને ચંદ્રકાંતભાઈ દફતરી-૯૮૨૫૨૨૩૧૯૯ પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text