વ્યાજખોરો ચેતજો ! હવે કાનાભાઈ મેદાને આવ્યા

- text


 

10, 15, 20 અને 25 ટકા વ્યાજ બહુ ભર્યું હવે કઈ આપતા નહિ, હું બેઠો છું : દારૂડિયાઓનો ત્રાસ હોય તો અડધી રાત્રે ફોન કરજો પોલીસ પહેલા હું પહોચીશ

મોરબી : મોરબીમાં છેલ્લા વર્ષોમાં વ્યાજખોરો બેલગામ બનીને 10 ટકાથી લઈ 30 – 30 ટકા જેવું ચામડાતોડ વ્યાજ વસૂલી રહયા હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે ત્યારે હવે ધારાસભ્ય પદે કાંતિલાલ અમૃતિયા વિજેતા બનતા જ વ્યાજખોરોને શાનમાં સમજી જવા તાકીદ કરી આજે હનુમાન ચાલીસા કથા દરમિયાન સ્ટેજ ઉપરથી કડક સંદેશ આપતા કહ્યું હતું કે 10, 15, 20 અને 25 ટકા વ્યાજ બહુ ભર્યું હવે કઈ આપતા નહિ, હું બેઠો છું, સાથે જ દારૂડિયાઓનો ત્રાસ હોય તો અડધી રાત્રે ફોન કરજો પોલીસ પહેલા હું પહોચીશ તેવો પ્રજાને ભરોસો આપ્યો હતો.

- text

મોરબીના આંગણે યોજાયેલ હનુમાન ચાલીસા કથામાં મહેમાન બનેલા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, રાજકારણમાં હું નસીબદાર છું, વિઘન આવે સ્વભાવ ખરાબ છે, ક્યાંક સલવાઈ જાવ પણ કુદરત બહાર કાઢે…પણ મારા માટે નથી સલવાતો.. હું આઠક દિવસથી જોવ છું આયા અત્યારે જે બગાડ છે આપણે એને રોકવો છે.. એક વ્યસનનો બગાડ છે મને અડધી રાત્રે ફોન કરજો હું પોલીસ પહેલા પહોંચી જાઇશ તેની ખાતરી આપું છું.

વધુમાં કાનાભાઈએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ ચાર વર્ષમાં આ ગામમાં વીસ ટકા, દસ ટકા, પંદર ટકા અને પચીસ ટકા બહુ દીધા છે પણ હવે દેતા નહિ… જરૂર પડ્યે હું બેઠો છું… પ્રજાએ મને આટલા મત આપ્યા છે જેથી ધર્મ, પ્રજાનું રક્ષણ અને મોરબીનો વિકાસ આ ત્રણેય બાબતોમાં હું એક કલાક પણ પાછો નહિ પડું તેની ખાતરી આપું છું તેમ અંતમાં જણાવ્યું હતું.

 

 

- text