તા.27મીએ ટંકારામાં ભગવાન બુદ્ધ અને ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ થશે

- text


ડો. બાબાસાહેબ આંબેડકર ભવન સેવા સમિતિ- ટંકારા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાશે

ટંકારાઃ આગામી તારીખ 27 ડિસેમ્બરના રોજ ડો. આંબેડકર ભવન-ટંકારા ખાતે ભગવાન બુદ્ધ અને ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. સાથે જ ટંકારા તાલુકાના અનુસુચિત જાતિ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે.

આગામી તા.27 ડિસેમ્બરને મંગળવારના રોજ સૌપ્રથમ સાંજે 4 કલાકે લતીપર ચોકડીથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરી આંબેડકર ભવન ટંકારા ખાતે મહાનુભાવોના હસ્તે ભગવાન બુદ્ધ અને ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરાશે ત્યારબાદ તેજસ્વી તારલાઓનું સન્માન કરાશે. વિદ્યાર્થીઓના સન્માન કાર્યક્રમમાં ટંકારા તાલુકાના અનુસુચિત જાતિ સમાજના વર્ષ 2022માં ધોરણ- 10, 12 અને કોલેજના અંતિમ વર્ષમાં ઉતિર્ણ થયેલા વિદ્યાર્થીઓને સન્માનિત કરાશે. જે માટે વિદ્યાર્થીઓએ પોતાના જરૂરી ડોક્યુમેન્ટ, છેલ્લા વર્ષની માર્કશીટ અને આધારકાર્ડની ઝેરોક્ષ તારીખ 23 ડિસેમ્બર ને શુક્રવારના દિવસે સાંજે 6 વાગ્યા સુધીમાં ડો. આંબેડકર ભવન- ટંકારા ખાતે પહોંચાડવાના રહેશે. ડોક્યુમેન્ટ પહોંચાડવા માટે મો.નં. 9998777351, 8141989889, 9723660028, 9909874176 પર સંપર્ક કરવાનો રહેશે. આ પરિણામોમાંથી 1,2 અને 3 નંબરના વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવશે. કાર્યક્રમ પૂર્ણ થયે સાંજે 6 કલાકે મૈત્રી ભોજનનું પણ આયોજન કરાયું છે.

- text

- text