મોરબીમાં ટ્રાન્સપોર્ટર, કલોક મેન્યુફેકચરોને ત્યાં 2 કરોડની CGST ચોરી : રીકવરી થશે

- text


દિલ્હીથી ઈમ્પોર્ટેડ ક્લોક મૂવમેન્ટ મંગાવી ઓછી કિંમત દર્શાવી GSTની કરાતી હતી ચોરી, સમગ્ર જીએસટી ચોરીનું રેકર્ટ દિલ્હીથી ચાલતું હોવાનું ખુલ્યું

GST ચોરીને લગતા થોકબંધ ડોકયુમેન્ટ કબજે લેવાયા, ટુંક સમયમાં ડેટાની ચકાસણી હાથ ધરાશે

મોરબી : વિધાનસભાની ચૂંટણીઓ પુરી થતા રાજકોટ સેન્ટ્રલ જીએસટી હેડકવાર્ટર પ્રિવેન્ટીવના સ્ટાફ દ્વારા જીએસટી ચોરી મામલે ઉધોગ નગરી મોરબીને ટાર્ગેટ કરી દરોડાનો દૌર શરૂ કરવામાં આવ્યો છે. જેમાં મોરબીમાં એક ટ્રાન્સપોર્ટર અને ત્રણ કલોક મેન્યુફેકચરને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરી પ્રાથિમક તબ્બકે રૂ.2 કરોડની જીએસટીની ચોરી ઝડપી લીધી છે. ચોરીને લગતા થોકબંધ ડોકયુમેન્ટ કબ્જે લેવાયા છે અને તેની ચકાસણી ટુંકસમયમાં હાથ ધરવામા આવનાર છે. સેન્ટ્રલ જેઅસટી દ્વારા ચૂંટણી પુર્ણ થયા બાદ જીએસટી ચોરો સામે ઝુંબેશ શરૂ કરી હોય તેમ દરરોજ દરોડાની કાર્યવાહી હાથ ધરી જીએસટી ચોરોને સકંજામાં લેવામાં આવી રહ્યા છે.

સેન્ટ્રલ જીએસટીના પ્રિવેન્ટીવ વીંગના સુપ્રિ.રાજેન્દ્ર મીના,જેડી પરમાર, પુરોહિત, અંકિતકુમાર સહિત ઈન્સપેકટરોની ટીમ દ્વારા મોરબીમાં આવેલ લાલજી મુળજી ટ્રાન્સપોર્ટરની ઓફિસ અને લાતી પ્લોટ તથા અન્ય બે વિસ્તારમાં આવેલ વોલ કલોક મેન્યુફેકચર યુનિટો પર દરોડાની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી અને ડોકયુમેન્ટની ચકાસણી હાથ ધરવામાં આવતા પ્રાથમિક તબ્બકે રૂ.2 કરોડ જેવી રકમની જીએસટી ચોરીના ડેટા હાથ લાગ્યા હતા.તેની રીકવરી માટે પ્રિવેન્ટીવના સ્ટાફ દ્વારા કાર્યવાહી હાથ ધરવામા આવી છે.જીએસટી ચોરીની મોડસ ઓપરેન્ડી આ કેસમાં બહાર આવી હતી.જેમાં દિલ્હીથી કલોક મુવમેન્ટ લાવીને તેને ઓછી કિંમતે વેચાણ કરી જેઅસટીની ચોરી કરવામા આવતી હોવાનું પ્રકાશમાં આવ્યું છે.પ્રિવેન્ટીવના સ્ટાફ દ્વારા આ ચોરીના નેટવર્કને ભેદવા માટે સઘન તપાસ હાથ ધરવામા આવી છે.

- text

મોરબીમાં ઓછી કિંમતે કલોક મુવમેન્ટ વેચાણ કરી જીએસટી ચોરીનું કૌભાંડ ઝડપી લઈ પ્રિવેન્ટીવ સ્ટાફ દ્વારા તપાસ આગળ વધારવામા આવી છે.જેમાં દિલ્હીથી આ રેકેટ ચલાવવામા આવતું હોવાનું બહાર આવ્યું છે અને ત્યાં આગળ મુવમેન્ટની ઓછી કિંમત દર્શાવી કસ્ટમ્સની આંખમાં ધુળ નાખી કન્સાઈમેન્ટ કલીયર કરી માર્કેટમાં આ કલોક મુવમેન્ટ લાવવામા આવી રહી હોવાનું બહાર આવ્યું છે.

રાજકોટ CGSTની તપાસમાં જે કલોક મુવમેન્ટની ઓછી કિંમત દર્શાવી મોરબીના કલોક મુન્યુફ્રેકચરને વેચાણ કરવાનું કૌભાંડ ઝડપી લેવામાં આવ્યા બાદ સંભવિત આ બાબતે દિલ્હી CGST અને દિલ્હી કસ્ટમ્સને આ બાબતે જાણકારી આપવામા આવે તેવી સંભાવના છે.જેથી કરીને ભૂતકાળમાં આ રીતે અંડર વેલ્યુએશન કરી કેટલા કન્સાઈટમેન્ટ કલીયર કરવામા આવ્યા છે અને કેટલી મુવમેન્ટ મોરબીના મેન્યુફેકચરને સપ્લાય થયેલ છે તે જાણી શકાશે.

- text