મોરબી બાર એસો.ની 16મીએ ચૂંટણી, પ્રમુખ માટે પાંચ ઉમેદવાર મેદાનમાં

- text


ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું

મોરબી : મોરબી બાર એસોસિએશનની ગત ટર્મની મુદત પૂરી થતાં હવે નવેસરથી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં મોરબી બાર એસોસિએશનની ચૂંટણી આગામી 16મીએ યોજાશે. ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે.

મોરબી બાર એસોસિએશનની આગામી 16મીએ યોજાનાર ચૂંટણી માટે પ્રમુખ,ઉપપ્રમુખ, સેકેટરી, જોઈન્ટ સેક્રેટરી સહિતની પદ માટે 41 ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ ચકાસણી અને ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખે 21 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા હવે 20 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે. 16મીએ સવારથી 2 વાગ્યા સુધી યોજાનાર ચૂંટણીમાં ચૂંટણી અધિકારી તરીકે રાજેશભાઇ બદ્રખિયા, કાજલબેન ચંડીભમર, જય પરીખ ફરજ બજાવશે.

- text

બાર એસો.ના પ્રમુખ પદ માટે વિપુલભાઈ જેઠલોજા, પ્રાણલાલ માનસેતા, કમલાબેન મૂછડિયા, મનીષભાઈ ઓઝા, જયરાજસિંહ રાઠોડ અને ઉપપ્રમુખ માટે ભરતકુમાર ભટ્ટ, ભુપેન્દ્રસિંહ જાડેજા, પ્રાણલાલ માનસેતા,અલ્પેશભાઈ પારેખ તેમજ સેક્રેટરી પદ માટે જીતેનભાઈ આગેચણિયા, મહિધરભાઈ દવે, પ્રાણલાલ માનસેતા, જોઈન્ટ સેક્રેટરી અમિતભાઈ ડાભી, હડિયલ પ્રવીણભાઈ, યોગીરાજસિંહ જાડેજા, કારોબારી સભ્ય માટે મેંદપરા હાર્દિકભાઈ, પરમાર દેવજીભાઈ, રાણપરા નિરાલીબેન, શેરસિયા ધવલકુમાર ઝાલા બ્રિજરાજસિંહ એમ મળી કુલ 20 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામશે.

- text