મોરબી વિપશ્યના પરિવાર દ્વારા 11 તારીખે વિપશ્યના ધ્યાન પદ્ધતિ પ્રશિક્ષણનું આયોજન

- text


મોરબીઃ મોરબી વિપશ્યના પરિવાર દ્વારા રાજકોટના જામનગર રોડ પર આવેલા ધમ્મકોટ રંગપર ખાતે નિઃશુલ્ક વિપશ્યના ધ્યાન પદ્ધતિ પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

તારીખ 11 ડિસેમ્બર ને રવિવારના રોજ સવારે 9-45 થી 1 વાગ્યા સુધી રાજકોટના જામનગર રોડ પર આવેલા ધમ્મકોટ રંગપર ખાતે ભાઈઓ-બહેનો માટે વિપશ્યના ધ્યાન સાધના તથા આનાપાન ધ્યાન શું છે તે વિષય પર પ્રવચન તથા આનાપાન ધ્યાન પ્રશિક્ષણનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રશિક્ષણમાં 18 વર્ષથી ઉપરના લોકો ભાગ લઈ શકશે. આ પ્રશિક્ષણમાં ભૌતિક+ ટેક્નોલોજી+ ઈન્ટરનેટના સમયમાં મનનું સંતુલન જળવાતું નથી અને વાસ્તવિક શાંતિનો અનુભવ જ થતો નથી. આ માટે વિપશ્યના ધ્યાન સાધના અને આનાપાન ધ્યાન સાધનાની થિયરિકલ અને પ્રેક્ટિકલ સમજ આપવામાં આવશે. પ્રશિક્ષણમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન 10 ડિસેમ્બર બપોરે 12 વાગ્યા પહેલા કરાવી લેવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન કરાવવા માટે દિનેશભાઈ વૈષ્ણવ (મો.નં. 99044 23024), શૈલેષભાઈ કાલરીયા (મો.નં. 98256 43623), રાહુલભાઈ ફુલતરીયા (મો.નં. 83206 90084), નરેન્દ્રભાઈ અઘારા (મો.નં. 99097 44344) પર સંપર્ક કરવો.

- text

- text