જાંબુડીયા પ્રાથમિક શાળામાં વ્યસન જાગૃતિ અંગે ચિત્ર સ્પર્ધા યોજાઈ

- text


મોરબીઃ તમાકુ કન્ટ્રોલ સેલ મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- લાલપર, HWC જાંબુડીયા દ્વારા જાંબુડીયા ગામે આવેલી નવા જાંબુડીયા પ્રાથમિક શાળામાં વ્યસન જાગૃતિ અંગે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

નવા જાંબુડીયા પ્રાથમિક શાળામાં યોજાયેલી આ ચિત્ર સ્પર્ધામાં 48 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં વિદ્યાર્થીઓએ વ્યસનની શારીરિક અસરો/માનસિક અસરો/ સ્ટોપ સ્મોકિંગ જેવા ચિત્રો દોર્યા હતા. જેમાંથી શ્રેષ્ઠ ચિત્ર દોરનાર પ્રથમ, દ્વિતિય અને તૃતિય નંબરના વિદ્યાર્થીઓને ઈનામ આપવામાં આવ્યા હતા અને બાકીના 45 વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહન સ્વરૂપે પેન, પેન્સિંલ, રબ્બર, સંચો સહિતની સ્ટેશનરી આપવામાં આવી હતી.

કાર્યક્રમના અંતે મેડિકલ ઓફિસર ડો. હિરેન વાસદડીયાના સ્ટાફ દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓને વ્યસન દ્વારા થતી શારીરિક અને આર્થિક નુકસાની વિશે માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય, તમામ સ્ટાફગણ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- લાલપરના સુપરવાઈઝર દિપકભાઈ વ્યાસ, સબ સેન્ટર જાંબુડીયાના સ્ટાફ, CHO- કિંજલ ચાવડા, FHW હિરલબેન પરમાર, MPHW- જયેશભાઈ ચાવડા હાજર રહ્યા હતા.

- text

- text