હે ભાઈ ! શું થશે ? ચૂંટણી બાદ રાજકીય પંડિતો ગણિતના સરવાળા – બાદબાકીમાં વ્યસ્ત 

- text


ટંકારા બેઠક ઉપર કોગ્રેસ જીત જાળવશે કે ભાજપ ફરી ગઢને ગહેરો કરશે ? મતદારોમાં એક જ સવાલ 

ટંકારા : વિધાનસભા ચૂંટણીમાં ટંકારા પડધરી બેઠકમાં 71.18ટકા જેટલું ઊંચું મતદાન થયું છે,ત્યારે સૌથી વધુ 94.13% મતદાન રંગપર ગામમાં અને સૌથી ઓછું મતદાન 41.82% મકનસર ગામમાં નોંધાયું છે અનામત આદોલનની લહેર બાદ 3% નિચા મતદાન અને મજબૂત ત્રીજા પક્ષે નેતાઓની નિંદ્રામાં ખલેલ પાડી છે તો મતદારો પણ શાણા બની બધા નેતાને કુણુ વલણ દેખાડી મન કળવા દીધા નથી એવામાં ચૂંટણી બાદ રાજકીય પંડિતો ગણિતના સરવાળા બાદબાકીમાં વ્યસ્ત બન્યા છે.

વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં મોરબી જિલ્લાની ટંકારા વિધાનસભા બેઠકમાં કુલ 249508 મતદારો પૈકી 96795 પુરુષ અને 80817સ્ત્રી કુલ 177612 મતદારોએ મતદાન કરી મતદાનની ટકાવારીને 71.18% પહોંચાડી હતી. વધુમાં ટંકારા પડધરી મતવિસ્તારમાં પાટીદાર વસ્તી ધરાવતા ગામોમાં મતદાનની ટકાવારી 85 ટકાને પાર કરી ગઈ છે અને આ બેઠકમાં યુવા મતદારોએ પણ 95% ટકા મતદાન કર્યું હતું.જો કે ટંકારા બેઠકમાં 2017 ની સરખામણીમાં આ વખતે મતદાન 3% ધટયુ છે જેથી રાજકીય પંડિતો માથું ખંજવાળી રહ્યા છે.

- text

ટંકારા બેઠક ઉપર આપ – ભાજપ- કોંગ્રેસ સહિતના કાર્યક્રરો ગામે-ગામ ફટફટીયા લઈ કોણે કેટલા મત મળશેના અંકોડા અને ટકાવારી કાઢી હારજીતના ગણિત માંડવા બેઠા છે. બીજી બાજુ મતદારો પણ શાણા બની એકય નેતાને ખોંખારો ખાઈને પોતાની સાથે છે કે સામે પક્ષે છે તેનો અહેસાસ થવા નથી દેતા. જોકે હવે આગામી 8 ડિસેમ્બરને ગુરૂવારે સમગ્ર ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બનશે.

- text