મોરબીમાં સફાઈ કર્મી ઉપર દુષ્કર્મ ગુજારનાર બન્ને આરોપી જેલહવાલે

- text


 

એક દિવસના રિમાન્ડ પૂર્ણ, પોલીસે ધારીયું કબ્જે કર્યું

મોરબી : મોરબીના રવાપર ગામ નજીક ર સફાઈ કામ કરતા આધેડ વયની મહિલા કર્મચારી ઉપર દુષ્કર્મ આચરનાર બે શખ્સોના એક દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં તેનું હથિયાર કબ્જે કરવાની સાથે તેઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે.

- text

મોરબીના રવાપર ગામ નજીક શુક્રવારે મધરાત્રે રાત્રી સફાઈ કરતા આશરે 55 વર્ષના મહિલા સફાઈ કર્મચારીને તેના પુત્રો જેવડી ઉમરના બે હવસખોર નબીરા આશિષ હેમંતભાઈ આદ્રોજા (ઉ.વ.29, રહે રવાપર રોડ ગોલ્ડન વિવા મોરબી), પંકજ અશ્વિનભાઈ પરમાર (ઉ.વ.21 રહે રવાપર બોની પાર્ક-મોરબી)એ ધારીયું બતાવી કારમાં બેસાડીને અવવારું જગ્યાએ લઈ જઈ મોઢે ડૂમો દઈને પાશવી દુષ્કૃત્ય આચર્યું હતું. એટલુ જ નહીં મહિલાને ઢોર માર માર્યો હતો.

આ બનાવ બાદ પોલીસે બન્ને શખ્સોને ઝડપી પાડ્યા હતા. બન્નેના કોર્ટે એક દિવસના રિમાન્ડ પણ મંજુર કરી આપ્યા હતા. આ દરમિયાન પોલીસે આરોપીનું ધારીયું કબ્જે કર્યું હતું. આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં બન્નેને જેલહવાલે કરવામાં આવ્યા છે.

 

- text