ટંકારા બેઠકના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ પૂરતા હિસાબ રજૂ ન કર્યા, તંત્રએ નોટિસ ફટકારી

- text


લલિત કગથરાએ 7.09 લાખ ખર્ચ્યા, પણ હિસાબમાં 3.25 લાખ દેખાડ્યા : દુર્લભજીભાઈએ 11.66 લાખ ખર્ચ્યા, અમુક સભાઓ-રોડ શોનો ખર્ચ ન દેખાડ્યો

મોરબી : ટંકારા બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ પૂરતા હિસાબ રજૂ ન કરતા નોટિસ ફટકારવામાં આવી છે. લલિત કગથરાએ 7.09 લાખ ખર્ચ્યા, પણ હિસાબમાં 3.25 લાખ દેખાડ્યા હોય તથા દુર્લભજીભાઈએ 11.66 લાખ ખર્ચ્યા, અમુક સભાઓ-રોડ શોનો ખર્ચ ન દેખાડ્યો હોવાથી તંત્રે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બીજી તરફ મોરબી- માળીયા બેઠકમાં ભાજપના કાંતિલાલ અમૃતિયાએ 10,59,667, કોંગ્રેસના જ્યંતિભાઈ જેરાજભાઈ પટેલે 3,30,800, આપના પંકજભાઈ રાણસરીયાએ 4,13,676 તેમજ અન્ય 12 ઉમેદવારોએ 11 હજારથી લઈ 54 હજારનો ખર્ચ કર્યો છે. અપક્ષ અશ્વિનકુમાર હરિભાઈ ટુંડીયાએ એક પણ રૂપિયાનો ખર્ચ કર્યો નથી. અન્ય અપક્ષ નિરુપાબેન નટવરલાલ માધુએ હિસાબ રજૂ ન કરતા નોટિસ અપાઈ છે.

- text

ટંકારા પડધરી બેઠકમાં આપના સંજયભાઈ ભટાસણાએ 3,03,327 તથા અન્ય બે ઉમેદવારોએ 11 હજાર અને 19 હજારનો ખર્ચ કર્યો છે. વાંકાનેર-કુવાડવા બેઠકમાં ભાજપના જીતેન્દ્ર સોમાણીએ 4,15,315, કોંગ્રેસના પીરઝાદાએ 6,38,994, આપના વિક્રમભાઈ સોરાણીએ 28,325 તથા અન્ય 4 ઉમેદવારોએ 2800થી લઈને 16 હજારનો ખર્ચ કર્યો છે. જ્યારે અન્ય 6 ઉમેદવારોએ એક પણ રૂપિયાનો ખર્ચ કર્યો નથી.

- text