પોલીસ અમારૂ કઈ નહિ બગાડી લ્યે, કહી યુવાનને ધમકી આપતા ફરિયાદ

- text


મોરબીમાં ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહી ધમકી આપી જાતિ પ્રત્ય અપમાનિત કરાયા

મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં પોલીસમાં કરાયેલ ફરિયાદનો ખાર રાખી આરોપીના પિતા સહિતના શખ્સોએ પોલીસ અમારૂ કઈ નહિ બગાડી લે, અમે રાજકીય માણસો છીએ કહી જાતિ પ્રત્યે અપમાનીત કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના પ્રેમજીનગર મકનસર ગામે રહેતા ફરિયાદીએ પોલીસ ફરિયાદ નોંધાવી હોય આરોપીના પિતા અને તેની સાથે આવેલા ત્રણ અજાણ્યા માણસોએ ફરિયાદ પાછી ખેંચી લેવા ધમકી આપી પોલીસ અમારું કઈ નહિ બગાડી લે તેવું કહી જાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા.

- text

આ ઘટના અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ફરિયાદને આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ 504, 506 (2), 114 તેમજ એટ્રોસીટી એકટની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

 

- text