માળીયા (મી.): મેઘપર ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

- text


 

માળીયા (મી.): આગામી દિવસોમાં રાજ્યભરમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે મતદાન પ્રત્યે ભવિષ્યના મતદારો એવા વિદ્યાર્થીઓમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે તે માટે ઉત્તર બુનિયાદી વિદ્યાલય મેઘપર ખાતે શાળા પંચાયતની ચૂંટણી દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

શાળામાં યોજાયેલા મતદાન જાગૃતિ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ઉમેદવારી ફોર્મ ભરવાથી માંડીને મત ગણતરી સુધીના વાસ્તવિક મતદાનની પ્રક્રિયાનું જ્ઞાન આપવામાં આવ્યું હતું. જેમાં તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં ચાર ઉમેદવારોમાંથી રાઠોડ નીરજ વિજેતા રહ્યો હતો.

- text

- text