મોરબીમાં દારૂની દુકાન ! 120 બોટલ સાથે બે ઝડપાયા

- text


એલસીબી ટીમનો હાઇવે સર્વિસ રોડ ઉપર દરોડો, બોટાદના પાળીયાદ ગામના બુટલેગરનું નામ ખુલ્યું 

મોરબી : મોરબી એલસીબીની ટીમે મોરબી નજીક દુકાનમાં દારૂના ગોરખધંધા ચાલતા હોવાની બાતમીના આધારે તે દુકાનમાં રેડ પાડી ૧૨૦ બોટલ ઈંગ્લીશ દારૂ સાથે બે આરોપીઓને ઝડપી લીધા હતા.પોલીસની તપાસમાં આ દારૂ મોકલનાર બોટાદના પાળીયાદ ગામના બુટલેગરનું નામ ખુલ્યું હતું.

મોરબી એલસીબી સ્ટાફ વિધાનસભાની ચૂંટણીના અનુસંધાને ઈંગ્લિશ દારૂની બદી અટકાવવા માટે વોચ હતો.ત્યારે એલસીબીને ચોક્કસ બાતમી મળી હતી કે, મોરબીના સામાકાંઠે ગુરૂકૃપા હોટલ સામેના સર્વીસ રોડ ઉપર જોગ ગુરૂદેવ હોટલની પાછળના ભાગે આવેલ દુકાનમાં બે શખ્સો ઇંગ્લીશ દારૂનો જથ્થો વેચાણ અર્થે મંગાવી ધંધો કરતા હોવાની હકીકત મળતા એલસીબી તે દુકાનમાં ત્રાટકી હતી અને પોલીસે આ દુકાનમાંથી વિદેશી દારૂની ઓલસીઝન ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કીની ૭૫૦ મી.લી.ની કાચની કંપની શીલ બોટલો નંગ-૧૨૦ કી.રૂ.૭૨,૦૦૦ નો મુદામાલ સાથે આરોપીઓ સુરેશભાઇ ભુપતભાઇ રાઠોડ (ઉ.વ. ૩૫ રહે. મોરબી-૦૨ ભાગ્યલક્ષ્મી સોસાયટી સરકારી સ્કુલ પાસે) અને અર્જુનસિંહ દીલુભા ઝાલા (ઉ.વ. ૩૦ રહે. મોરબી-૦૨ મહારાણાપ્રતાપ સોસાયટી કોમ્યુનીટી હોલની બાજુમાં મોરબી)ને ઝડપી લીધા હતા. આ દારૂ કાનભા મનુભા પરમાર (રહે. પાળીયાદ તા.જી. બોટાદ)એ મોકલ્યો હોવાનું ખુલતા પોલીસે તેને પણ ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text

- text