વાંકાનેરના અગાભી પીપળીયા અને કણકોટ ગ્રામજનોનો મતદાન બહિષ્કારનો નિર્ણય

- text


વાંકાનેરઃ રાજ્યભરમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે જાગૃત પ્રજા સુવિધા ન મળતાં નેતાઓની ઉંઘ હરામ કરી રહ્યા છે. વાંકાનેર વિધાનસભાના અગાભી પીપળીયા અને કણકોટના ગ્રામજનોએ રોડ રસ્તાની સુવિધા ન મળતા ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કર્યો છે.

વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા અને કણકોટ ગામના લોકોએ વાંકાનેર વિધાનસભા બેઠક પર મતદાન ન કરવાનો નિર્ણય લઈ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે બેડીથી ખોરાણા સુધી સ્ટેટ હાઈવે મંજૂર કરવામાં આવ્યો હતો. ગ્રામજનોની લેખિત અને મૌખિક રજૂઆતો છતાં પણ ખોરાણાથી કણકોટ સુધીનો રોડ સ્ટેટ હાઈવેમાં સામેલ કરવામાં નથી આવ્યો અને જિલ્લા પંચાયત- રાજકોટ દ્વારા પણ સમારકામ થયું નથી અને નવો રોડ પણ મંજૂર કરવામાં આવ્યો નથી. ત્યારે આ મામલે બન્ને ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ધાર કરી લીધો છે.

- text

- text