88 વર્ષની વયે ઘેર બેઠા મતદાન કરતા મોરબીના પ્રમિલાબેન રાઠોડ

- text


મોરબી: રાજ્યભરમાં વિધાનસભા ચૂંટણી યોજનાર છે ત્યારે અંધ-અશક્ત, વરિષ્ઠ મતદારો માટે ચૂંટણી પંચ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે મોરબીના 88 વર્ષના પ્રેમિલાબેન રાઠોડે ઘરે બેઠા મતદાન કરીને લોકશાહીના આ પર્વમાં પોતાની ફરજ નિભાવી છે.

તંદુરસ્ત લોકશાહી માટે મતદાન કરવું અનિવાર્ય છે ત્યારે આ વખતની વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં અંધ-અશક્ત, વરિષ્ઠ મતદારો માટે ચૂંટણી પંચ દ્વારા પોસ્ટલ બેલેટની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં બુથ લેવલ ઓફિસરે ઘરે ઘરે ફરી ફોર્મ નંબર- ૧૨ ડી ભરીને ચૂંટણી અધિકારીને આપેલ હતા. એ મુજબ ચૂંટણી પંચના કર્મચારીઓ અધિકારીઓએ આવા અંધ,અશક્ત અને વરિષ્ઠ મતદારોના મતદાન માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મોરબીના જેમાં પ્રમિલાબેન વી.રાઠોડે 88 વર્ષની ઉંમરે અશક્ત હોય ઘરે બેઠા મતદાન કરી મતાધિકારનો ઉપયોગ કરી નાગરિક તરીકેની પોતાની ફરજ નિભાવી છે.

- text

- text