કાલે રવિવારે મોરબીના વાવડીરોડ, સાવસર પ્લોટ સહિત અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે 

- text


મોરબી : આવતીકાલે તારીખ 20 નવેમ્બર ને રવિવારના રોજ નવા લાઇન કામ તથા મેન્ટેનન્સની કામગીરીના કારણે PGVCLના મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતા હોસ્પિટલ ફીડરના વાવડીરોડ, સાવસર પ્લોટ સહિતના વિસ્તારમાં સવારે 8 થી બપોરના 3 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.

- text

આવતીકાલે મોરબી શહેરના વાવડી રોડ પરના વિસ્તાર જેવા કે રવિ પાર્ક, લોમજીવન, ભારતપરા, ભગવતીપરા, ખ્વાજા પેલેસ, ગણેશનગર, મીરા પાર્ક, મિલન પાર્ક, જનકનગર, સ્વાતી, રામ, નીરવ પાર્ક વગેરે તથા જોન્સ નગર, સાવસર પ્લોટ, અયોધ્યાપુરી રોડ, રામ ચોક, સિવિલ હોસ્પિટલ, જુના બસ સ્ટેન્ડ વાળો સરદાર રોડ, ટાઉન હોલ, તખ્તસિહજી રોડ, શિવમ, સંજય, ત્રિમૂર્ત સોસાયટી વગેરે વિસ્તારમાં મેન્ટેનન્સની કામગીરીના કારણે સવારે 8 થી બપોરના 3 વાગ્યા સુધીવીજ પુરવઠો બંધ રહેશે.

- text