મોરબી જિલ્લામાં આજે ત્રણ-ત્રણ મુખ્યમંત્રીની ચૂંટણી સભાને પગલે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાય

- text


વાંકાનેરમાં આજે બપોરે 12.15 કલાકે યુપીના સીએમ યોગી આદિત્યનાથ, ટંકારા બેઠક માટે સાંજે 4 વાગ્યે સીએમ ભુપેન્દ્ર પટેલ અને મોરબી બેઠક માટે એમપીના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ચૂંટણી સભા ગજવશે

મોરબી : મોરબી જિલ્લાની ત્રણ બેઠક ઉપર આજે ભાજપના ત્રણ મુખ્યમંત્રી સભા ગજાવશે. ત્યારે મોરબી જિલ્લામાં આજે ત્રણ-ત્રણ મુખ્યમંત્રીની ચૂંટણી સભાને પગલે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાય છે અને ઠેરઠેર પોલીસનો કડક જાપ્તો ગોઠવી દેવામાં આવ્યો છે. વાંકાનેરમાં આજે બપોરે 12.15 કલાકે યુપીના સીએમ યોગી આદિત્યનાથ, મોરબીમાં રવાપર ગામે ટંકારા બેઠક માટે સાંજે 4 વાગ્યે સીએમ ભુપેન્દ્ર પટેલ અને મોરબીબેઠક માટે શનાળા રોડ પર એમપીના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ચૂંટણી સભા ગજવશે.

- text

મોરબી જિલ્લાની ત્રણેય બેઠકો કબ્જે કરવા ભાજપે એડીચોટીનું જોર લગાવી દીધું છે અને ચૂંટણી પ્રચાર માટે ગુજરાત સહિત ત્રણ મુખ્યમંત્રીને મેદાનમાં ઉતારવા આવ્યા છે. આથી આજે ત્રણ મુખ્યમંત્રી મોરબી જિલ્લામાં આવી રહ્યા હોય સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દેવામાં આવી છે. ઠેરઠેર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને મોરબી જિલ્લો આજે પોલીસના લોખંડી બંદોબસ્તથી પોલીસ છાવણીમાં ફેરવાય ગયો છે. જ્યારે વાંકાનેર બેઠકના ભાજપના ઉમેદવારના સમર્થનમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી અદિત્યનાથ બપોરે 12.15 કલાકે કિરણ સીરામીક, રાતી દેવડી રોડ વાંકાનેર પર ચૂંટણી સભા ગજવશે. મોરબી – માળીયા બેઠકના ભાજપના ઉમેદવારના સમર્થનમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, રત્નકલા ગ્રાઉન્ડ, શનાળા રોડ મોરબી ખાતે, બપોરે 4 કલાકે ચૂંટણી સભાને સંબોધન કરનાર છે અને ટંકારા બેઠકના ભાજપના ઉમેદવારના સમર્થનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, મોરબી રવાપર ચોકડી ખાતે અંદાજે 4 વાગ્યા આસપાસ સભા સંબોધન કરશે.

- text