મોરબીના બોરીયાપાટી વિસ્તારમાં ચૂંટણી બહિષ્કારના બેનેરો લાગ્યા

- text


વર્ષોથી પ્રાથમિક સુવિધા ઝંખતા આ વાડી વિસ્તારમાં સુવિધાઓ આપવા અન્યાય થવાથી આગામી ચૂંટણીનો બેહિષ્કાર કરવાનો સતવારા સમાજે નિર્ણય જાહેર કર્યો

મોરબી : મોરબી જિલ્લાની ત્રણ બેઠકોની વિધાનસભાની નજીક આવી રહેલી ચૂંટણી વચ્ચે વર્ષોથી પ્રાથમિક સુવિધાઓ ઝંખતા લોકોની સુવિધાઓ આપવામાં તમામ રાજકીય પક્ષની નિષ્ફળતાને કારણે આ ચૂંટણીઓમાં લોકોનો રોષ ખૂલીને સામે આવ્યો છે. જેમાં મોરબીના બોરીયાપાટી વિસ્તારમાં ચૂંટણીના બેહિષ્કારના બેનેરો લાગ્યા છે અને વર્ષોથી પ્રાથમિક સુવિધા ઝંખતા આ વાડી વિસ્તારમાં સુવિધાઓ આપવા અન્યાય થવાથી આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાનો સતવારા સમાજે નિર્ણય જાહેર કર્યો છે.

મોરબીના છેવાડાના વાડી વિસ્તાર બોરીયાપાટી વિસ્તારમાં રહેતા સમસ્ત સતવારા સમાજ દ્વારા આગામી મોરબી માળીયા બેઠકની વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાના બેનેરો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ બનેરોમાં લખ્યું છે કે, ઉપરોક્ત વાડી વિસ્તારમાં પાણી, લાઈટ, પોસ્ટ-ટપાલ, રોડ-રસ્તા, સફાઈ સહિતની મૂળભૂત સુવિધાઓનો વર્ષોથી અભાવ છે. આ મૂળભૂત સુવિધાઓ આપવામાં અત્યાર સુધીની દરેક પક્ષની સરકાર નિષ્ફળ નીવડી હોય વર્ષોથી હાલાકી ભોગવતા આ વિસ્તારના સતાવારા સમાજે આ અન્યાયનો જડબાતોડ જવાબ આપવા માટે આગામી મોરબી માળીયા બેઠકની વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય જાહેર કર્યો છે.આ નિર્ણયે ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત રહેતા રાજકીય પક્ષ અને નેતાઓની ઉંઘ હરામ કરી દીધી છે.

- text

- text