મોરબીમાં મકાન વેચાણના ભાગના પૈસા મામલે પુત્રીને માર મારતા માતા-પુત્ર

- text


વીશીપરામાં રોહીદાસપરા મેઇન રોડ ઉપર બેનેલી ઘટનામાં અમદાવાદથી આવેલી બહેનને ભાણેજ અને બેન બનેવીએ પણ માર માર્યો

મોરબી : મોરબીમાં માતાએ મકાન વેચાણ કરતા ભાગના પૈસા લેવા અમદાવાદથી આવેલી પુત્રીને માતા, પુત્ર, બહેન, બનેવી અને ભાણેજોએ માર મારી છરી ઝીકી દઈ ટાઈલ્સના છુટ્ટા ઘા મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

બનાવ અંગે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ અમદાવાદ એલીસબ્રીજ આંબેડકર કોલોનીમાં રહેતા નિલમબેન અનિલભાઇ જાદવના માતા સવિતાબેને મોરબી ખાતે આવેલું મકાન વેંચતા પોતાના હિસ્સાના પૈસા લેવા પતિ સાથે મોરબી આવ્યા હતા આ વેળાએ ઝઘડો થતા આરોપી એવા નીલમબેનના ભાઈ સુનિલભાઇ અનિલભાઇ જાદવ, જીગ્નેશ ઉર્ફે જીગર અનિલભાઇ જાદવ, માતા સવિતાબેન અનિલભાઇ જાદવ રહે. બધા અમદાવાદ એલીશબ્રીજ આંબેડકર કોલોની, બહેન જયોતીબેન જગદીશભાઇ દાફડા અને જગદીશભાઇ બળવતભાઇ દાફડા રહે.રાજકોટ મોટામોવા વાળાઓએ લોખંડના પાઇપ, છરી વડે હુમલો કરી નીલમબેનને છુટો ટાઇલ્સનો ઘા મારી ઈજાઓ પહોંચાડી હતી.

- text

આ ઘટના અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે નીલમબેન જાદવની ફરિયાને આધારે તમામ આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ ૩૨૩ ૩૨૪ ૩૩૭ ૫૦૪ ૫૦૬(૨) ૧૧૪ જીપી એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text