લીલાપર રોડ ઉપરથી બાઈક ચોરાયું, વાહનચોર રાજકોટમાં પકડાયો

- text


મોટર સાયકલ માલિકે રાજકોટમાં વાહનચોર પકડાતા ફરિયાદ નોંધાવી

મોરબી : મોરબીના લીલાપર રોડ ઉપરથી એકાદ માસ પૂર્વે રૂપિયા 15 હજારનું બાઈક ચોરી થઇ ગયા બાદ આ વાહનચોર રાજકોટમાં પકડાઈ જતા મોટરસાયકલ માલિકે બાઈક ચોરી અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લીલાપર ગામે રહેતા ભગવાનજીભાઇ મગનભાઇ દેત્રોજાની માલિકીનું રૂપિયા 15 હજારની કિંમતનું હીરો હોન્‍ડા સ્‍પ્‍લેન્‍ડર પ્‍લસ મોટર સાઇકલ ગત તા.18ના રોજ લીલપર ગામની સીમમાં પવનસુત ઓફસેટ કારખાનેથી ચોરાઈ ગયું હતું. આ બાઈક શોધખોળ કરવા છતાં ન મળ્યું ન હતું દરમિયાન મોરબીના શનાળા નજીક ફૂટપાથ ઉપર રહેતા આરોપી રાજુભાઇ મસાભાઇ વાઘેલા રાજકોટ તાલુકા પોલીસ સ્‍ટેશનમાં આ મોટર સાયકલ સાથે પકડાયેલ હોવાનું જાણવા મળતા ભગવાનજીભાઇએ મોરબી તાલુકા પોલીસ સ્‍ટેશનમાં વાહનચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી.

- text