મોરબીમાં વિદેશીદારૂના 48 ચપલા સાથે યુવાન ઝડપાયો

- text


મોરબી : મોરબી સીટી એ ડિવીઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન રેલ્વે સ્ટેશન નજીક ધક્કાવાળી મેલડીમાતાજીના મંદીર પાસેથી જીગ્નેશભાઈ રૈયાભાઈ ટૉટા,રહે ન્યુ રેલ્વે કોલોની પાસે નવલખી રૉડ મોરબીવાળાને વિદેશી દારૂ કંટ્રી કલબ ડિલક્ષ વ્હીસ્કી 180 એમ.એલ.ના કાચના ચપલા નંગ-48 કિમત રૂ.4800 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text