માળિયાને તમામ રીતે ડેવલપ કરીશું, મોરબીના ઉદ્યોગોના પ્રશ્નોનું નિરાકરણ લાવીશું : જયંતિ પટેલ

- text


આરોગ્ય સેવાને વધુ સઘન બનાવવા હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોને સુવિધાયુક્ત બનાવીશું, સરકારી શાળાઓને ખાનગીથી ચડિયાતી બનાવીશુ 

મોરબી : મોરબી-માળિયા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જયંતિ પટેલે પોતાનો મેનિફેસ્ટો જાહેર કરતા કહ્યું કે જો તેઓ સતામાં આવશે તો માળિયાને તમામ રીતે ડેવલપ કરશે અને મોરબીના ઉદ્યોગોના પ્રશ્નોનું નિરાકરણ લાવશે.

જયંતિભાઈ પટેલે પોતાનું ઉમેદવાર તરીકે નામ જાહેર થયા બાદ મોરબી અપડેટને જણાવ્યું કે તેઓ વિધાનસભાની ચૂંટણીમાં છ વખત હાર્યા છે. પણ જનાદેશથી તેઓ ક્યારેય નારાજ થયા નથી, તેઓએ ઉમેર્યું કે મેં ક્યારેય હાર માની નથી. પેટા ચૂંટણીમાં સામાન્ય અંતરથી હું હાર્યો, છતાં છેલ્લા 2 વર્ષથી હું લોકો વચ્ચે એક નેતા તરીકે અને વિપક્ષ તરીકે રહ્યો છું. કોરોના, મોંઘવારી કે સિંચાઈનો પ્રશ્ન હોય અમે અવાજ ઉઠવ્યો છે.

તેઓએ કહ્યું કે મોરબી ઉદ્યોગોનું હબ છે. હું વેપાર ધંધા સાથે સંકળાયેલ છું એટલે મને તમામ પ્રશ્નોની જાણ છે. હાલ ઉદ્યોગોને મંદી નડી રહી છે. બેરોજગારી વધી રહી છે. ત્યારે ઉદ્યોગોને રક્ષણ આપવા કામ કરીશું. સિવિલ અને આરોગ્ય કેન્દ્રોને ખાનગી હોસ્પિટલ જેવા બનાવી લોકોને ઉમદા આરોગ્ય સેવા પૂરી પાડવા પ્રયત્ન કરીશુ. શાળાઓને આધુનિક બનાવવી ખાનગી શાળાઓમાં વાલીઓને ખર્ચ ન કરવો પડે તેવા પગલાં લઈશું.

- text

જયંતિભાઈએ જણાવ્યું કે માળિયા તાલુકો પાણી વગર મુશ્કેલીમાં છે. મોરબી અને માળિયા તાલુકામાં સિંચાઈના પાણી માટે અમે કામ કરીશું. માળિયામાં પ્રાથમિક સુવિધાનો પણ અભાવ છે. તેના માટે માસ્ટર પ્લાન બનાવી તેને વિકસાવીશું. ઉદ્યોગો કે ધંધાના પ્રશ્ને એક હાંકલે હું તેનું નિરાકરણ લાવવા હાજર રહીશ.

- text