મોરબી જિલ્લા પેન્શનર સમાજ દ્વારા 70 વર્ષ પૂરા કરનાર સભ્યોનું સન્માન કરાશે

- text


મોરબીઃ મોરબી જિલ્લા પેન્શનર સમાજ- મોરબી દ્વારા જાન્યુઆરી-2023માં મોરબી જિલ્લા પેન્શનર સમાજના આજીવન સભાસદો માટે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સામાન્ય સભામાં દર વર્ષની જેમ 70 વર્ષ પૂર્ણ કરનાર સભાસદોનું સન્માન કરવામાં આવશે.

મોરબી જિલ્લા પેન્શનર સમાજ- મોરબીની યાદીમાં જણાવાયું છે કે, તારીખ 31-12-2022ના રોજ 70 વર્ષ પૂરા કર્યા હોય તેવા સભાસદોનું સન્માન કરવામાં આવશે. જે માટેના ફોર્મ તારીખ 16-11-2022 થી 15-12-2022 સુધીમાં કાર્યાલયેથી લઈ જવા. ફોર્મ સાથે પાસપોર્ટ સાઈઝનો ફોટો તથા પેન્શનબુક (પીપીઓ)ની નકલ સાથે લઈ આવવાની રહેશે.

- text

- text