ટિકિટ ફાઇનલ થાય તે પહેલા ભાજપના પ્રબળ દાવેદારો એક સાથે જોવા મળ્યા, કવાડિયાએ તસ્વીર શેર કરી

- text


મોરબી : ગુજરાત વિધાનસભા ચૂંટણી આડે ગણતરીના દિવસ જ બાકી રહ્યા છે ત્યારે મોરબી – માળીયા બેઠક માટે કટ્ટર હરીફ ગણાતા કાંતિલાલ અમૃતિયા અને બ્રિજેશ મેરજા આજે ગાંધીનગરમાં હમ સાથ સાથ હૈ ફિલ્મની જેમ અડોઅડ બેઠેલા જોવા મળ્યા હતા તો હળવદ બેઠકના ધુરંધર જયંતિ કવાડિયા પણ સોશિયલ મીડિયામા શેર થયેલી તસ્વીરમાં અલગ અંદાજમાં જોવા મળી રહ્યા છે.

વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપંખીયા જંગના માહોલમાં ટિકિટ મેળવવા માટે ભાજપમાં અંદરો અંદર હોડ જામેલી છે, મોરબી – માળીયા બેઠક માટે સીટીંગ ધારાસભ્ય અને રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા અને પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ વચ્ચે કસોક્સની ટક્કર ચાલી રહી છે. જે મોરબીનો જન જન જાણે છે. જો કે આ હરીફાઈ વચ્ચે પણ આજે અમૃતિયા અને મેરજા સહિતના મોરબી બેઠકના ભાજપના પ્રબળ દાવેદારો ગાંધીનગરમાં સાથે સાથે જોવા મળ્યા હતા.

- text

પ્રદેશ આગેવાન જયંતિભાઈ કવાડિયાના ફેસબુક પેઈજ ઉપર શેર થયેલ આ ફોટોમાં મોરબી માળીયા બેઠક માટે ભાજપ તરફથી દાવેદારી નોંધાવનાર ઉદ્યોગપતિ વેલજીભાઈ બોસ પણ તસ્વીરમાં આ બન્ને બળિયા નેતાની સાથે જ જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ હળવદ બેઠકમાં જેમનું પતું કપાઈ રહ્યું હોવાના સાફ સાફ સંકેત છે તેવા પરસોતમ સાબરીયા અહીં દેખાતા નથી પરંતુ ધારાસભ્ય ન હોવા છતાં હળવદમાં જેમનો પડ્યો બોલ જીલાય તેવા જયંતીભાઈ કવાડિયા અને અન્ય નેતાઓ સાથેની આ તસવીર ચૂંટણી સમયે ઘણું ઘણું કહી જાય છે.

- text