લતીપર ચોકડી નજીક ટ્રક પલ્ટી મારી ગયો

- text


ટંકારા : ટંકારાની લતીપર ચોકડી નજીક આજે બપોરે એક ટ્રક પલ્ટી મારી ગયો હતો. જેમાં રાજકોટથી નવલખી તરફ જઈ રહેલો ટ્રક આજે ટંકારા નજીક લતીપર ચોકડી પાસેથી પસાર થઈ રહ્યો હતો.ત્યારે ટ્રક ચાલકે ઓચિંતા કોઈ કારણોસર ટ્રક પરથી કાબુ મેળવતા બેકાબુ ટ્રક રોડ ઉપર પલ્ટી મારી ગયો હતો. જો કે આ ઘટનામાં સદભાગ્યે જાનહાની થઈ ન હોવાનું જાણવા મળ્યું છે.

- text

- text