મોરબીમાં ચોકીદાર ચોર નીકળ્યો, રવાપર રોડ ઉપર 5.90 લાખની ચોરી કરી ફરાર

- text


વોચમેન અને તેના બે સાગરીતે મળી આપ્યો ચોરીને અંજામ

મોરબી : મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ વેલકમ પ્રાઇડ નામના બિલ્ડિંગના ચોકીદારે અન્ય બે સાગરીતની મદદથી ફ્લેટની અગાસીમાંથી ઘરમાં પ્રવેશી રોકડ અને સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 5.90 લાખની ચોરી કરતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે ડો.અલ્કેશભાઈ નાગરભાઈ પારેજીયાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ગત તા.26ના રોજ વેલકમ પ્રાઇડ બિલ્ડીંગના સી – બ્લોકના ચોકીદાર જૈદાન લુવાર માનસિંગ પુનકા, કાલિકોટ ઉર્ફે જગત બહાદુર અને તેની સાથેના બે અજાણ્યા માણસોએ સી – 901 એપાર્ટમેન્ટની અગાસીમાંથી ઘુસી કબાટના લોકર તોડી ગેસ્ટ રૂમમાં રાખેલા રોકડા રૂપિયા 1.80 લાખ, દીકરીના ગલ્લાના રોકડા રૂપિયા 10 હજાર, ત્રણ તોલા વજનની રોઝગોલ્ડ લક્કી કિંમત રૂપિયા 90 હજાર, ચાર તોલા રોઝગોલ્ડ ચેઇન કિંમત રૂપિયા 1.20 લાખ, સોનાની વીંટી રૂપિયા 15 હજાર, સોનાનો સિક્કો રૂપિયા 15 હજાર, ચાંદીના સાકળા, કંકાવટી અને ઉપરના માળે કબાટમાં રાખેલા 1.50 લાખ રોકડા સહિત કુલ 5.90 લાખની ચોરી કરી નાસી ગયા હતા.

- text

માતબર રોકડ રકમ અને સોના ચાંદીના દાગીનાની ચોરીના બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બિલ્ડિંગના ચોકીદાર અને તેના સાગરીતો વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

- text