ઝૂલતા પૂલ દુર્ઘટના : આર્મી અને NDRFની ટીમ દ્રારા બચાવ કાર્ય શરૂ

- text


મોરબી : મોરબીના ઝૂલતાપૂલ તૂટી પડવાની ઘટનાને પગલે રેસ્ક્યુ માટે આર્મીની ટીમ અને એનડીઆરએફની ટીમ બોલાવવામાં આવી હતી. હાલ આમીની ટીમ અને એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કાર્યમાં જોડાઈ છે.

મોરબીના ઝૂલતાપૂલ તૂટી પડવાની ઘટનામાં અનેક લોકો ડૂબી ગયા હોય રાહત અને બચાવ કાર્ય વધુ ઝડપી બનાવવા માટે આર્મી અને એનડીઆરએફની ટીમની મદદ લેવામાં આવી હતી. વધુને વધુ ડૂબેલા લોકોને બચાવવા માટે વહીવટી તંત્ર અંશ પોલીસ તેમજ સેવાભાવીઓ મદદ કરી રહ્યા હોય પણ આ રેસ્ક્યુ અસરકારકતાથી કરવા માટે આર્મીની એક ટીમ તેમજ એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ઝડપથી યુદ્ધના ધોરણે બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. જયારે હજુ પણ જરૂર હોવાથી આર્મીની બીજી ટીમ પણ મોરબી ઝડપથી પહોંચે તેવી શકયતા છે.

- text

- text