સરદાર પટેલની પ્રતિમાના અનાવરણ પ્રસંગે હાથી-ઘોડા અને બગી સાથે યોજાઈ ભવ્ય શોભાયાત્રા

- text


ભવ્ય રેલીમાં 4 હાથી, 11 જેટલી શણગારેલી બગી, 101 ઘોડા, ભારતમાતાની વિશભૂષા સાથે બાળાઓ હાથી પર બિરાજમાન થઈ તેમજ અસંખ્ય બાઇકોના કાફલા સાથે રાજયમંત્રી મેરજા, સાસંદ મોહન કુંડારિયા, સંતો, મહતો તેમજ દિવ્યાંગ સેલિબ્રિટી કમાભાઈ પણ જોડાયા

મોરબી : મોરબીમાં આજે સેવા એક સંપત્તિ ફાઉન્ડેશનના પ્રણેતા અજય લોરિયાની આગેવાનીમાં લોખડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના ક્રાંતિકારીઓની પ્રતિમાંના અનાવરણ પ્રસંગે અભૂતપૂર્વ કહી શકાય તેવી રેલી- શોભાયાત્રા નિકળી હતી. જેમાં ભવ્ય રેલીમાં 11 જેટલી શણગારેલી બગી, 101 ઘોડા, ભારતમાતાની વિશભૂષા સાથે બાળાઓ હાથી પર બિરાજમાન થઈ તેમજ અસંખ્ય બાઇકોના કાફલા સાથે રાજયમંત્રી મેરજા, સાંસદ મોહન કુંડારિયા, સંતો મહતો તેમજ દિવ્યાંગ સેલિબ્રિટી કમાભાઈ પણ જોડાયા હતા.

મોરબીમાં પાટીદાર નવરાત્રી મહોત્સવ અને સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા આજે નવા બસ સ્ટેન્ડ સામે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલ અને ક્રાંતિકારીઓની પ્રતિમા અનાવરણ નિમિતે આજે બપોરે મોરબીના સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલથી મહારેલી કાઢવામાં આવી હતી. એકાદ બે કિમિ સુધીની સૌથી મોટી ભવ્ય રેલીમાં 4 જેટલા હાથોની અંબાડી ઉપર ભારતમાતાની વેશભૂષામાં બાળાઓને બેસાડી તેમજ 11 જેટલી શણગારેલી બગી અને 101 ઘોડા અને અસંખ્ય બાઇકો, કાર સહિતના કાફલા સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રેલીમાં દેશભક્તિ ગીતોની ધૂન તેમજ જયશ્રી રામની નારેબાજી અને ભગવા રંગ તેમજ ભારતમાતાના જયઘોષ સાથે વાતાવરણ અલોકીક બની ગયું હતું અને આખી રેલી દરમિયાન દેશભક્તિની ભાવના જાગૃત કરવામાં આવી હતી. સૌથી વિશાળ કહી શકાય તેવી રેલીમાં અગ્રણીઓ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને સરદાર પટેલ સહિતના ક્રાંતિકારીઓની પ્રતિમાની અનાવરણ વિધીને ભવ્ય અને દિવ્ય બનાવ્યો હતો.આ રેલીમાં રાજયમંત્રી બ્રિજેશ મેરજા, સાંસદ મોહન કુંડારિયા, જિલ્લા ભાજપ અગ્રણી રાઘવજીભાઈ ગડારા સહિતના રાજકીય અગ્રણીઓ અને દામજી ભગત સહિતના સંતો મહંતો તેમજ સામાજીક અગ્રણીઓ જોડાયા હતા. જ્યારે દિવ્યાંગ સેલિબિટી દિવ્યાંગ કમાંભાઈ પણ આ બગીમાં જોડાઈને ભારે આકર્ષણ જગાવ્યું હતું. આ ભવ્ય રેલી મોરબીના મુખ્યમાર્ગો ઉપર ફરીને નવા બસ સ્ટેન્ડ પાસે આવેલ સરદાર બાગ પાસે પહોંચી હતી. જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના ક્રાંતિકારીઓની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. અને જાહેર સભા યોજાઈ હતી. આ ઉપરાંત આજે રાત્રે 9.30 કલાકે, રામેશ્વર ફાર્મ, રવાપર રોડ ખાતે કીર્તિદાન ગઢવી, ગીતાબેન રબારી સહિતના કલાકારોના ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

- text