મોરબીમાં આવી રહેલી પરિવર્તન સંકલ્પ યાત્રાને લઈને આવતીકાલે કોંગ્રેસની મિટિંગ

- text


મોરબી: આગામી તારીખ 1 નવેમ્બરના રોજ મોરબી જિલ્લામાં પરિવર્તન સંકલ્પ યાત્રા આવી રહી છે. ત્યારે આ યાત્રાની તૈયારીના ભાગરૂપે આવતીકાલે તારીખ 30 ઓક્ટોબર ને રવિવારના રોજ સવારે 11 કલાકે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અગત્યની મીટીંગ રાખવામાં આવી છે.

- text

પરિવર્તન સંકલ્પ યાત્રાના સ્વાગત કાર્યક્રમ બાબતે ચર્ચા વિચારણા કરવા માટે મોરબી જિલ્લાના/શહેર/તાલુકાના પ્રમુખો અને જિલ્લા/શહેર તાલુકા યુવા કોંગ્રેસ, તેમજ ઓબીસી ડિપાર્ટમેન્ટ જિલ્લા/શહેર/તાલુકા પ્રમુખ, એસસી/માઇનોરીટી ડિપાર્ટમેન્ટ તેમજ એન.એસ.યુ.આઇ. જિલ્લા/ શહેર/તાલુકા સેવાદળ પ્રમુખો અને હોદ્દેદારો/આગેવાનો સાથે એક અગત્યની મીટીંગ રાખવામાં આવી છે. આ મિટિંગમાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે હાજરી આપવા મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ જયંતીલાલ પટેલની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text