મોરબીમાં ગઠિયો મોબાઈલના શોરૂમમાંથી આઈફોન – 12 ચોરી ગ્યો

- text


મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ મોબાઈલના શોરૂમમાંથી ગઠિયો દુકાન માલિકની નજર ચૂકવી રૂપિયા 55 હજારની કિંમતનો આઈફોન – 12 ચોરી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરના શનાળા રોડ ઉપર ગાંધી ચોકમાં આવેલ વર્લ્ડવાઈડ મોબાઈલ શોરૂમમાંથી કોઈ અજાણ્યો શખ્સ દુકાન માલિક અજયભાઈ વાસુદેવભાઈ જેઠવાણીની નજર ચૂકવી રૂપિયા 55 હજારની કિંમતનો આઈફોન – 12 મોબાઈલ ફોન ચોરી કરીને લઇ જતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

- text