મોરબીના માધાપરમા ફાયરિંગની ઘટના મામલે છ વિરુદ્ધ ફરિયાદ

- text


શેરીમાં ફટાકડા ફોડવા બાબતે પાડોશીએ ના પાડતા ગાળા ગાળી બાદ ફાયરિંગ કરાયું હતું

મોરબી : મોરબીના માધાપર વિસ્તારમાં ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે થયેલ ઝઘડામાં બે રાઉન્ડ ફાયરિંગ કરવા મામલે ભોગ બનનાર પરિવાર દ્વારા છ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ફાયરિંગની આ ઘટના અંગે મોરબીના અંબિકા રોડ ઉપર રહેતા સંગ્રામસિંહ જોરુભા જાડેજાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી હેમંત કોળી, રાહુલ કોળી, કિશન કોળી અને તુલસી કોળી સહિત બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમા જાહેર કરાયું છે કે આરોપી હેમંત કોળી, રાહુલ કોળી, કિશન કોળીએ સંગ્રામસિંહના પૌત્ર અને પુત્રવધુ સાથે શેરીમાં ફટાકડા ફોડવા મામલે ઝઘડો કરી ગાળા ગાળી કરી હતી અને બાદમાં આરોપીઓએ તુસલી હસમુખ કોળી નામના શખ્સને બોલાવતા તે બે અજાણ્યા બે ઇસમોને લઈને આવ્યો હતો અને ફાયરિંગ કર્યું હતું. જો કે આ ઘટનામાં આરોપીઓએ ફરિયાદી સંગ્રામસિંહને મોઢા ઉપર મુક્કા મારતા ઇજાઓ પહોંચી હતી.

- text

આ ચકચારી બનાવમાં સીટી એ ડિવિઝન પોલીસે બે અજાણ્યા સહિત છ આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ 307, 323, 504, 506(2), 114, આર્મ્સ એકટની કલમ 25 (1બી),એ 27 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

ફાયરિંગ કર્યા પૂર્વે આધેડને મોઢાના ભાગે મુક્કા મારી ઇજા પહોંચાડીફાયરિંગની ઘટના અંગે છ શખ્સો વિરુદ્ધ સીટી એ ડિવિઝનમાં આર્મ્સ એકટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધાયો.

 

- text